મુંબઈ: નવી મુંબઈના કામોઠા વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવતાં તેની ગંભીરતા સમજી શકાય છે.

આ અકસ્માત રવિવારે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. સાંજના સમયે રસ્તા પર વાહનોની સાથે લોકોની પણ અવર-જવર હતી. તેવામાં સામેથી આવતી બેકાબૂ સ્કોડા કાર સૌ પ્રથમ મોપેડ પર જઈ રહેલા બે યુવકોને ટક્કર મારી હતી. આ સાથે જ મોપેડ પાછળ ચાલતી આવતી યુવતીને પણ હવામાં ઉછાળી હતી. લગભગ બે કે ત્રણ સેકંડમાં જ આ કાર પાંચથી છ વાહનોને અડફેટે લેતા જોવા મળી હતી.

કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, લોકો આમતેમ ફંગોળાઈ ગયા હતાં. અકસ્માતનો ભોગ બનનાર યુવતી સહિત અન્ય એક વ્યક્તિ ત્યાં જ ઢળી પડે છે અને મોતને ભેટી હતી. આ અકસ્માત બાદ કારનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.