કાશ્મીર: શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સેનાના બે જવાબ શહીદ થયા છે અને એક ઘાયલ છે. હુમલાવર કારમાં આવ્યા હતા અને એચએમટી વિસ્તારમાં તેમણે ભારતીય જવાનો પર ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ આતંકીઓ ઘટનાસ્થળ પરથી ભાગી ગયા હતા, સુરક્ષાદળોએ તેની કારનો પીછો કર્યો હતો.



આઈજીપી કાશ્મીર વિજય કુમારના મુજબ શરૂઆતની તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. તેમણે કહ્યું કે સાંજ સુધીમાં આ મામલામાં વધારે જાણકારી મેળવી લેવામાં આવશે.

શ્રીનગરના ડિફેન્સ પીઆરઓએ જાણકારી આપી છે કે આતંકીઓના હુમલા બાદ ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આતંકી હુમલા બાદ કાશ્મીરના આઈજીએ કહ્યું, ‘સેનાના આપણા જવાનો પર ત્રણ આતંકીઓને ગોળીઓ ચલાવી. બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા અને બાદમાં તે શહીદ થયા. અહીં જૈશ ખૂબ જ એક્ટિવ છે. સાંજ સુધીમાં અમે સંગઠનની જાણકારી મેળવી લેશું. હથિયારો સાથે આવેલા આતંકીઓ કારમાં ફરાર થયા છે. જેમાં બે કચાદ પાકિસ્તાની છે અને એક લોકલ.’