ચંદીગઢ: હરિયાણાના યમુનાનગર જિલ્લાની બેંકના ગાર્ડની બેદરકારીના કારણે લાઈનમાં ઉભી રહેલી બે મહિલાઓને ગોળી વાગી હતી, જેના કારણે તે ઈજાગ્રસ્ત થઈ હતી.

એસએચઓ સુનીલ કુમારે જણાવ્યું કે સબિલા(60) અને તેની બહેનને ગોળી ત્યારે વાગી, જ્યારે ભારતીય સ્ટેટ બેંકની એક શાખાના ગાર્ડની બંદૂક હાથમાંથી પડી જતા તેમાથી દુર્ઘટનાવશ ગોળી છૂટતા વાગી હતી.

તેમને આ ઘટના વિશે કહ્યું કે, હાલ આ બન્ને મહિલાઓને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, બન્ને મહિલાઓના પગમાં ગોળીઓ વાગી છે. આ ઘટના વિશે પોલીસે કહ્યું કે, આ બાબતની ફરિયાદ હાલ નોંધવામાં આવી છે.