બજેટ 2021 -22: નાણામંત્રીએ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરી જાહેરાત, જાણો કઇ સેવા વધારાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 12:33 PM (IST)
કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની ભેટ આપી છે. આ યોજના માટે બજેટમાં 64180 કરોડ ફળવાયા છે.
સામાન્ય બજેટ: કોરોના સંકટે કેન્દ્ર સરકારને સજાગ કરી દીધું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2021-22 માટે બજેટમાં હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મણા સીતારમણે બજેટમાં ‘પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આ યોજના માટે 64180 કરોડની જોગવાઇ કરાઇ છે. આ રકમ આવનાર 6 વર્ષમાં ખર્ચ કરવાનો પ્લાન છે. આ રકમ દ્રારા સરકારી પ્રાથમિક કેન્દ્રોને વધુ સક્ષમ બનાવાશે, ઉપરાંત સરકાર તરફથી who ના સ્થાનિય મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રનું બજેટ 137 ટકા વધારી દેવાયું છે. નાણમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, દેશમાં 75 હજાર ગ્રામ્ય હેલ્થ સેક્ટર ખોલાશે ઉપરાત દરેક જિલ્લામાં તપાસ કેન્દ્ર 602 જિલ્લામાં ક્રિટિકલ કેર સેન્ટર ખોલાશે. આ સાથે 7 નવા પલ્બિક હેલ્થ યુનિટ પણ શરૂ કરાશે.