કોરોના કાળ બાદ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે બજેટથી લોકોને આશા હોય તે સ્વાભાવિક છે. 1 ફેબ્રુઆરીએ 2021ના રોજ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે.  આ બજેટમાં જુદા જુદા સેક્ટર માટે જુદી જુદી જાહેરાત રહેશે. જેના પર એક નિશ્ચિત ધનરાશિ નક્કી કરવામાં આવી શકે છે.

આ સિવાય વિભિન્ન મંત્રાલયો અને વિભાગો માટે પણ બજેટમાં રકમ ફળવાય છે. જે રકમ યોજનાઓ અને જુદા જુદા ખર્ચ માટે વપરાય છે. નાણાકિય વર્ષ 2020-21માં સ્વીકૃત બજેટ 30 લાખ કરોડ રૂપિયાનું હતું. તો સામાન્ય લોકોને એ સવાલ થાય છે કે, સરકાર જે બજેટમાં મોટી મોટી રકમની જાહેરાત કરે છે. એ રકમ ક્યાંથી આવે છે. તો જાણીએ સરકાર પાસે આવકનું માધ્યમ શું શું છે.

સામાન્ય રીતે સરકાર માટે ટેક્સ અને મહેસૂલની આવક સૌથી મોટું માધ્યમ આવકનું હોય છે. તો ચાલો બજેટને સમજવા માટે જાણીએ કે સરકારની આવકના માધ્યમ ક્યા ક્યા છે. ઉદાહરણ તરીકે સામાન્ય વ્યક્તિની આવકનો કેટલોક હિસ્સો સરકાર પાસે આ રીતે આવે છે.

ઉદાહરણ તરીકે, એક રૂપિયાની આવકમાં સરકાર મુખ્યત્વે આ માર્ગોથી પૈસા મેળવે છે.

  • ઉધાર- 20 પૈસા

  • કોર્પોરેશન ટેક્સ- 18 પૈસા

  • ઇન્કમટેક્સ- 17 પૈસા

  • કસ્ટમ શુલ્ક- 4 પૈસા

  • કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક -7 પૈસા

  • GST અને અન્ય કર -18 પૈસા

  • મહેસૂલ કર -10 પૈસા

  • અન્ય કેપિટલ ઇન્કમ – 6 પૈસા


(આ કુલ એક રૂપિયાની આવકનો હિસાબ છે)