એમએમઆરસીએ કહ્યું કે, વૃક્ષ કાપવાના કારણે ખાલી થયેલા વિસ્તારમાં નિર્માણકાર્ય જલદી શરૂ કરી દેવામાં આવશે. આ અગાઉ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવસી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની વ્યાખ્યા કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વૃક્ષો કાપવા મામલે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ મુંબઇ મેટ્રો તરફથી નિર્માણ શરૂ કરવાનું નિવેદન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા આદેશની વ્યાખ્યાની પુષ્ટી કરે છે.
એમએમઆરસીએ કોર્ટને જણાવ્યું કે, કાયદાકીય અડચણો દૂર કરવામાં પરિયોજનામાં અગાઉથી છ મહિના મોડું થઇ ચૂક્યું છે. મેટ્રો નિર્માણ માટે આરેના જંગલોમાંથી 2646 વૃક્ષ કાપવાની યોજના હતી પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારે સંકેત આપ્યા છે કે ખાલી કરાયેલા વિસ્તારમાં શેડ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું કે, તેમણે 23,845 છોડ ઉછેરી દીધા છે. જ્યારે 25 હજાર છોડ વહેંચવામાં આવ્યા છે.