રાજ્યસભા સાંસદ કે.એલ. આલફોંસે જણાવ્યું કે, દેશમાં 24 લાખ ટીબીના દર્દીઓ છે. કોવિડ-19 સામેની લડાઈના કારણે ટીબી સામેની ઝુંબેશ ધીમી પડી છે. સરકારે ટીબીના દર્દીઓ માટે ટ્રેકિંગ સિસ્ટમ અપનાવવી જોઈએ અને વધારે ધ્યાન આપવું જોઈએ.
ટ્યુબરક્યુલોસિસ (ટીબી) ગંભીર બીમારી છે જે કોઈપણને અસર કરી શકે છે. ટીબી બેક્ટેરિયાને કારણે થાય છે, જે એરબોર્ન બની શકે છે જ્યારે કોઇ ટીબી ધરાવનાર વાત કરે ત્યારે ફેફસામાં વાતો, ઉધરસ અથવા છીંક આવે છે. 24મી માર્ચને ‘વર્લ્ડ ટીબી ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 93,337 નવા કેસ અને 1,247 મોત નોંધાયા છે. દેશમાં કુલ કેસ 53,08,015 પર પહોંચી છે. જેમાંથી 10,13,964 એક્ટિવ કેસ છે અને 42,08,432 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 85,619 પર પહોંચ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ