શિમલાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સોલન જિલ્લાના નાલાગઢમાં સ્વચ્છતા કેફેનું શિમલાથી ઓનલાઈન ઉદઘાટન કર્યુ હતું. તેમણે કહ્યું, રાજ્યના ગ્રામીણ વિકા, વિભાગે એક અનોખી પ્રયોગાત્મક પહેલ કરીને સ્વચ્છતા કેફે શરૂ કર્યું છે, જેનું સંચાલન લક્ષ્મી તથા દુર્ગા મહિલા સ્વયં સહાયતા જૂથ દ્વારા કરવામાં આવશે. આ કેફેનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભોજન છે.


તેમણે કહ્યું હતું કે પોલિથીન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે સરકારે બાયબેક પોલિસીનો આરંભ કર્યો છે. જે હેઠળ લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે. એક કિલો પ્લાસ્ટિક 75 રૂપિયાના ભાવે, એમ બધાં પ્લાસ્ટિકની કિંમત નક્કી કરાશે. જો કોઈ વ્યક્તિ 4 કિલો પ્લાસ્ટિક લઈને જશે તો 75X4 =300 રૂપિયા થશે. આનાથી કોઈ પણ થાળી તમે લઈ શકો છો, બાકીની રકમથી તમે ઘર માટે પણ જમવાનું લઈને જઈ શકો છો અથવા બીજી વખતે ખાઈ શકો છો.

કેફમાં નોર્મલ થાળી 80 રૂપિયામાં મળષે. જેમાં સરસવનું શાક, મકાઈની રોટલી, લસ્સી અને ખીર અપાશે. ડિલક્સ થાળીનો ભાવ 120 રૂપિયા છે. જેમાં શાક, મકાઈની રોટલી, મિક્સ શાકભાજી, સ્વીટ ડિશ મળશે. જ્યારે સુપર થાળી 180 રૂપિયામાં મળશે. પનીર શાકભાજી, રોટલી, દાળ તથા અન્ય વાનગી પીરસવામાં આવશે.



સ્વચ્છતા કેફેના ભવનમાં હિમ ઈરાની દુકાન ખોલવામાં આવી છે. જેમાં વિવિધ સમૂહો દ્વારા તૈયાર ઉત્પાદન તથા ઔષધીઓ, ફૂદીનો, લીમડાના પાનનો પાવડર, ખજૂરીના ઝાડમાંથી બનેલું ઝાડુ, દાળ, મસાલા, શાકભાજી વગેરે યોગ્ય ભાવે વેચવામાં આવશે. આ માધ્યમથી વિસ્તારની ગરીબ મહિલાઓને આજીવિકાના સાધન ઉપલબ્ધ થશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ