મુંબઈ: મહારાષ્ટ્રમાં નાસિક પાસે મુસાફરો ભરેલી એક બસ સામે રિક્ષા આવી જતા બસ કુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત નિપજ્યાં છે. નાસિક પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 20થી વધુ લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે.

નાસિક પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 11 ઘાયલ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. આ અકસ્માત બપોરે 2 વાગ્યા આસપાસ માલેગાંવ-દેવળા રોડ પર થયો હતો.

50 મુસાફરો ભરેલી બસ નાસિકથી ધુલે તરફ જઈ રહી હતી. અચાનક બસની સામે એક રિક્ષા આવી જતા ચાલકનું સંતુલન ખોરવાતા સડકની બાજુમાં આવેલા કુવામાં બસ ખાબકી હતી.

લોકોનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ મદદ માટે આવી પહોચ્યાં હતા. લોકોએ દોરડા બાંધી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. બચાવ ટુકડીએ ઘાયલ લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.