ગણેશજી પણ નથી સુરક્ષિત, હૈદરાબાદમાં પંડાલમાંથી 25 કિલો લાડુની ચોરી
abpasmita.in | 10 Sep 2016 01:58 PM (IST)
હૈદરાબાદઃહાલમાં સમગ્ર ભારતમાં ગણેશમહોત્સવની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે. ત્યારે હૈદરાબાદમાં ગુરુવારે વિચિત્ર ઘટના સામે આવી છે જ્યાં કુશાહગૌડામાં શ્રીનિવાસ નગર કોલોની વેલફેર એસોશિયેશનમાં આવેલા એક ગણેશ પંડાલમાંથી 25 કિલોના લાડુની ચોરી ગયાની ઘટના બની છે. સ્થાનિક વ્યક્તિ રાકેશના કહેવા પ્રમાણે, મેં જોયુ હતું કે, ગણપતિના મૂર્તિના હાથમાં રાખવામાં આવેલો લાડુ ચોરાઇ ગયો હતો. રાકેશે તરત જ પંડાલના આયોજકોનું ધ્યાન દોર્યું હતું. એક સ્થાનિક વ્યક્તિએ આયોજકોને જણાવ્યુ હતું કે, ચોરીની તપાસ ચાલી રહી હતી ત્યારે રાકેશ ત્યાંથી ગુમ હતો જેથી લોકો તેના પર શંકા કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને રાકેશની પૂછપરછ શરૂ કરી હતી.