26 જાન્યુઆએ દિલ્લીમાં અને લાલ કિલ્લા પર ઉપદ્રવનું કાવતરૂ પહેલાથી ઘડાઈ ગયું હતું. આ ખુલાસો દિલ્લી ક્રાઇમ બ્રાન્ચની SITની ટીમે કર્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઉપદ્રવીઓને લાલ કિલ્લા અને આઇટીઓ પર પહોંચવાની સૂચના અપાઇ હતી. જેનો હેતુ ભીડમાં રહીને ઉપદ્રવની શરૂઆત કરવાનો અને આંદોલનકારીને પણ તેમાં સામેલ કરવાનો હતો.
ઇકબાલ સિંહ મુખ્ય સૂત્રધાર
પોલીસ સૂત્રએ આપેલી જાણકારી મુજબ ઉપદ્રવીમાં ઇકબાલ સિંહની ભૂમિકા મુખ્ય હતી. તેમણે ભીડ એકઠી કરીને લાહોર ગેટ તોડવા અને લાલ કિલાની પ્રાચીર પર ધર્મનો ઝંડો ફરકાવવા માટે ભીડને ઉશ્કેરી હતી પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપી ઇકબાલ સિંહ પર 50 હજારનું ઇનામ પણ જાહેર કર્યુ છે.
હિંસાની ઘટનામાં 124 લોકોથી વધુની ધરપકડ
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ વીડિયોમાં જોવા મળે છે કે, ઇકબાલ સિંહે ભીડને ઉશ્કેરી રહ્યો છે. ઇકબાલ સાથે અન્ય લોકો પણ સામેલ હતા, જે ભીડને ઉશ્કેરવાની કામ કરતા હતા. આ મામલે અત્યાર સુધીમાં દિલ્લી પોલીસે 124થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે 44 FIR નોંધાઈ છે. 44માંથી 14 કેસની તપાસ SIT કરી રહી છે.
દિલ્લીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાની ઘટના અંગે મોટો ખુલાસો., SITએ કર્યો ઘટસ્ફોટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 09:20 AM (IST)
26 જાન્યુઆરીએ દિલ્લીમાં બનેલી હિસાત્મક ઘટના મુદ્દે દિલ્લી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની SITની તપાસમાં મોટો ખુલાસો થયો છે. SIT દ્રારા ગણતંત્ર દિવસે લાલ કિલ્લા ઉપદ્રવનો પ્લાન પહેલાથી ઉપદ્વવી દ્રારા ઘડાયો હતો .
- - - - - - - - - Advertisement - - - - - - - - -