આ દરમિયાન ઈમરજંસી અને આવશ્યક સેવાઓને પ્રભાવિત નહીં કરવામાં આવે. આંદોલનકારી ખેડૂતોએ ચક્કાજામ શાંતિપૂર્ણ અને અહિંસક રીતે થવાની ખાતરી આપી છે.
ખેડૂત સંગઠનોએ પ્રદર્શનકારીઓને નિર્દેશ આપ્યા છે કે ચક્કાજામ સમયે કોઈ પણ અધિકારી, કર્મચારી કે જનતા સાથે કોઈ પણ અથડામણમાં સામેલ ન થાય. 3 વાગ્યેને એક મિનિટે હોર્ન વગાડી, ખેડૂતો એકતાનો સંદેશો આપી ચક્કજામ કાર્યક્રમને સંપન્ન કરશે.
ખેડૂત નેતા રાકેશ ટૈકિતે કહ્યું કે, દિલ્હી, યૂપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહીં થાય. પરંતુ યૂપી અને ઉત્તરાખંડમાં એક લાખ ખેડૂતો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ચક્કાજામ પર રાકેશ ટિકૈતે કહ્યું કે, “યૂપી અને ઉત્તરાખંડના ખેડૂતો રસ્તા પર જામ નહીં કરે. આંદોલનને બેકપ આપવા માટે યૂપી અને ઉત્તરાખંડના એક લાખ ખેડૂતો બેકઅપ માટે રાખવામાં આવ્યા છે. તેઓ હાલમાં આરામ કરે અને ખેતી કરે.”
રાકેષ ટિકેતૈ કહ્યું કે, “ચક્કાજામનો કોલ પરત નહીં લેવામાં આવે, પરંતુ કાર્યક્રમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. યૂપી અને ઉત્તરાખંડના ખેડૂતો પાતના તાલુકા અને જિલ્લા મુખ્યાલય પર જઈને અધિકારીઓને અરજી આપશે. અરજીમાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અને એમએસપી પર કાયદાની માગ કરવામાં આવશે. ખેડૂતોને આ કાર્યક્રમ શાંતિપૂર્વક કરવાની અપીલ કરવામાં આવી છે.”