1666માંથી અત્યાર સુધીમાં 473 પોલીસકર્મી સારવાર બાદ સાજા થઈ ગયા છે. જ્યારે 16ના મોત થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 1177 પોલીસકર્મી સારવાર હેઠળ છે. તેમની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે 823 લોકોને તેમની સાથે ગેરવર્તણુંક અથવા મારપીટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ દરમિયાન 86 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. ઉપરાંત રાજ્યમાં 41 હેલ્થકેર કર્મચારી પણ હુમલાના કેસ નોંધવામાં આવ્યા છે. લોકડાઉન નિયમના ઉલ્લંઘનના આરોપમાં 22,543 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 69,046 ગાડી જપ્ત કરવામાં આવી છે અને 5,19,63,497 રૂપિયા દંડ તરીકે વસુલ કરવામાં આવ્યા છે.