નવી દિલ્હી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 29 લોકોના મોત થયા છે અને 1463 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીનો સૌથી ઝડપી કેસમાં વધારો છે. ભારતના કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,815 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 353 લોકોના મોત થયા છે.



ટેસ્ટિંગને લઈને ICMRએ કહ્યું અત્યાર સુધીમાં 2 લાખ 31 હજાર 902 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી કે છેલ્લા 24 કલાકમાં 179 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે.

દેશમાં કોરોના વાયરસથી કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં છે. અહીં સક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં મરનારાઓનો આંકડો 162 સુધી પહોંચી ગયો છે. મુંબઈ શહેરમાં મૃતકોની સંખ્યા 100ને પાર પહોંચી છે.