બિહારના કૈમૂર જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓએ માટીના મકાનો ધરાશાયી થયા છે, જેમાં ત્રણ લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે. પટનામાં પણ ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પુરની સ્થિતિને જોતા નીતિશ સરકારે વાયુસેના પાસે મદદ માંગી છે, વાયુસેનાના બે હેલિકૉપ્ટરોને મદદ કરવા માટે કહ્યુ છે, જેથી દવા, ખોરાક અને સામાન લોકો સુધી પહોંચાડી શકાય.