જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રના ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે, મોબાઇલ ફોન પર રજી સ્પીડન સાથે ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવામાં આવી છે. જોકે, ઘાટીના લોકો સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપયોગ કરી શકશે નહીં. જે વેબસાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે તેમાં સર્ચ એન્જિન અને બેન્કિંગ, શિક્ષણ, સમાચાર, યાત્રા, સુવિધાઓ અને રોજગાર સંબંધિત છે. પોસ્ટપેઇડ અને પ્રીપેઇડ સિમ કાર્ડ પર ડેટા સુવિધા ઉપબલ્ધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોબાઇલ ફોન પર રજી ઇન્ટરનેટ સુવિધા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ સમીક્ષા કરવામાં આવશે.
સરકારના સૂત્રોએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓને મળેલા રિપોર્ટ અને સ્થિતિને સામાન્ય જોતા ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓ પાંચ ઓગસ્ટથી સ્થગિત કરાઇ હતી. ત્યારબાદ રાજ્યમાં તમામ સંગઠનોએ સરકારનો વિરોધ કર્યો હતો.