જવાનો પર પહેલા આઈઈડી બ્લાસ્ટ થયો હતો અને બાદમાં ફાયરિંગ કરવામાં આવી હતી. જવાનો મ્યાનમાર બોર્ડર પર પેટ્રોલિંગ કરવા ગયા હતા. 15 જવાન રાતે પેટ્રોલિંગ બાદ સવારે પરત ફરી રહ્યાં હતા. તે સમયે બોર્ડરની પાર આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો, જવાનોએ જવાબી કાર્યવાહી કરી તો, આતંકીઓ ભાગી છૂટ્યા હતા. જો કે, અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે, ચંદેલ જિલ્લામાં જ વર્ષ 2015માં પણ જવાનો પર મોટો હુમલો થયો હતો. ત્યારે ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા હતા.