નવી દિલ્લીઃ સંસદ ભવન પરિસરની અંદરનો વીડિયો શૂટ કરીને વિવાદમાં ફસાયેલા ભગવંત માનને ત્રણ સાસંદોએ રિહેબ સેંટર મોકલવા માટે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લખ્યો છે. આ સાસંદોમાં AAPમાંથી હાંકી કઢાયેલા સાંસદ હરિંદર ખાલસા પણ છે. જેણે દાવો કર્યો છે કે, માન સંસદમાં નશો કરીને આવે છે.
હરિંદર ખાલસા સિવાય બીજેપી સાંસદ મહેશ ગિરી અને ચંદુમાજરાને પણ સુમિત્રા મહાજનને પત્ર લખીને નશાની લત છોડાવવા માટે ભાગવંત માનને રિહેબ સેંટર મોકલવાની માંગ કરી છે. AAPના પ્રવક્તા આશુતોષે આ સાંસદો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો કોઇને રિહેબ સેંટર મોકલવાના હોય તો પીએમ મોદીને મોકલવા જોઇએ