
છેલ્લા 48 કલાકમાં ભારે બરફના વરસાદના કારણે ઉત્તર કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમપ્રાતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમાં 4 જવાન શહીદ થયા હોવાના અહેવા મળી રહ્યાં છે. જ્યારે બે જવાન હજુ પણ ગુમ છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિમપ્રાતમાં ફસાયેલા ઘણાં જવાનોને બચાવવામાં પણ આવ્યા છે.
આ સિવાય મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. જોકે સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કર્યું છે.