શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલા અને શોપિયા જિલ્લામાં બે અલગ-અલગ અથડામણમાં આજે ચાર આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક જવાન શહીદ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી હોવાની સૂચના મળતા કાલે સવારે બારામૂલા જિલ્લાના રાફિયાબાદના દુરસૂ ગામમાં તપાસ અભિયાન દરમિયાન ઘેરી લીધા હતા. આ પહેલા કાલે રાત્રે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. કુલ મળી અત્યાર સુધી પાંચ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.


આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારબાદ અથડામણ શરૂ થઈ. અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે. જેની ઓળખ રિયાઝ અહમદ ડાર અને ખુર્શીદ અહમદ મલિકના રૂપમાં થઈ છે. અન્ય બે વિશે જાણકારી નથી મળી.