આ એક્ટરે ત્રણ એક્ટ્રેસ સાથે ફાઈવ સ્ટાર હોટલમાં શારીરિક સુખ માણવા માટે 10.50 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. એક્ટરે પોલીસે મોકલેલા ડમી ગ્રાહક સાથે સોદો કર્યા પછી તેને ફાઈવ સ્ટાર હોટલમાં નાણાં લઈને આવવા કહ્યું હતું. સોદો પાકો થઈ જતાં ડમી ગ્રાહકને પોલીસે ગોરેગાવની ફાઈવ સ્ટાર હોટલમાં મોકલ્યો હતો.
હોટલના રૂમમાં ગયા પછી એક્ટ્રેસ ગ્રાહક પાસેથી નાણાં લેતી હતી ત્યારે પોલીસના સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ નહેશ તાવડેની આગેવાનીમાં પોલીસની ટીમે ત્રાટકીને એક્ટર તથા એક્ટ્રેસને ઝડપી લીધાં હતા. પોલીસે એક્ટર સાથે કામ કરતી ત્રણ એક્ટ્રેસીસને છોડાવી છે.
શુક્રવારે બપોર પછી આ રેડ કરીને પોલીસે એક્ટર સામે આઈપીસીની કલમો તથા પ્રીવેન્શન ઓફ ઈમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વનરાઈ પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસીસને સીરિયલોમાં કામ કરવાની લાલચ આપીને લવાતી હતી. એક્ટ્રેસીસ ઉપરાંત બેલી ડાન્સર્સ પાસે પણ દેહના સોદા કરાવાતા હતા. પોલીસને બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહકને મોકલીને આ રેકેટનો ભાંડો ફોડ્યો છે.