પીએમ મોદીએ ફરી ઉલ્લેખ કર્યો કે, હવે તહેવારોની સિઝન આવી રહી છે. તે દરમિયાન લોકો ખરીદી કરશે, આપ ખરીદી દરમિયાન ‘વોકલ ફૉર લોકલ’નો સંદેશ જરૂર યાદ રાખો અને સ્થાનીય અને સ્વદેશી સામનને મહત્વ આપો. બજારમાં સામાન ખરીદતી વખતે સ્થાનીક ઉત્પાદોને પ્રાથમિકતા આપો.
પીએમ મોદીએ દેશના સૈનિકોને પણ વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું કે, આ વખતે દિવાળી પર એક દીવો બોર્ડર પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવો. તેઓએ કહ્યું કે, આપણે આપણા જાબાંજ સૈનિકોને પણ યાદ રાખવાનું છે. જે આ તહેવારોમાં પણ દેશની સુરક્ષા કરી રહ્યાં છે. ભારત માતાની સેવા અને સુરક્ષામાં તૈનાત છે. આપણે તેઓને યાદ કરી તહેવારોની ખુશીની ઉજવણી કરવી જોઈએ. આપણે ઘરમાં આ વીર સપૂતોના નામે પણ એક દીવો પ્રજ્વલિત કરવાનો છે.