નવી દિલ્લી: સરકાર દ્વારા પૂર્વ લોકસભાના સદસ્ય પી એ સંગ્માના પરિવારને 34, એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત બંગલાને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે આગામી જુલાઈમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને સોંપવામાં આવી શકે છે. આ સાથે એવા પણ સમાચાર મળી રહ્યા છે. કે પ્રણવ મુખર્જીને બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ બનાવવામાં નહી આવે.
હાલમાં આ ટાઈપ-8 બંગલોમાં સંગ્માના પુત્ર કૉનરાડ રહે છે જે મેધાલયના તુરાથી લોકસભાના સાંસદ છે.
સુત્રોની જાણકારી મુજબ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તેમન બંગલો ખાલી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, કારણ કે પ્રથમ વાર સંસદ સભ્ય બનેલા સદસ્યોને ટાઈપ -8 બંગલોમાં રહેવા માટેની અનુમતિ નથી. જે સરકારી આવાસમાં બંગલોની સર્વોચ્ચ શ્રેણીમાં આવે છે.
રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા પણ શહેરી વિકાસ મંત્રાલયને અનુરોધ કરવામાં આવ્યો છે કે પ્રણવ મુખર્જી માટે શ્રેષ્ઠ આવાસ શોધવામાં આવે, તેમનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થાય છે.
પી એમ સંગ્માને હરાવી મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા. સંગ્માનું આવર્ષે માર્ચમાં 68 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિને પેંશન નિયમ,1962 અનુસાર પોતાના બચેલા જીવનકાળ દરમિયાન ભારતમાં કોઈપણ જગ્યાએ નિશુલ્ક આવસ મેળવવાનો અધિકાર છે, જેમાં વિજળી અને પાણીની સુવિધા પણ નિશુલ્ક હોય છે.