કૉંગ્રેસના નેતાએ સર્જિકલ સ્ટ્રાઈકને ગણાવી ફર્જિ, જાણો શું કહ્યું?
abpasmita.in
Updated at:
04 Oct 2016 05:43 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમે ભારતીય સેનાના પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં સર્જિકલ સ્ટ્રાઈકની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપા પર નિશાન સાધતા સર્જિકલ સ્ટ્રાઈકને ફર્જી ગણાવી હતી. નિરૂપમે ટ્વીટ કરતા લખ્યું દરેક ભારતીય ઈચ્છે છે કે પાકિસ્તાનની વિરૂધ્ધમાં સર્જિકલ સ્ટ્રાઈક થાય, પરંતુ ભાજપા દ્વારા રાજનૈતિક ફાયદા માટે કરવામાં આવે તેમ નહી. સંજય નિરૂપમનું ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સર્જીકલ સ્ટ્રાઈકના પૂરાવા રજૂ કરવાની માંગ કરી રહ્યું છે. કૉંગ્રેસ તરફથી સોમવારે કહેવામાં આવ્યું તે તેમની સરકાર વખતે પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી , પરંતુ તેનો પ્રચાર નથી કરવામાં આવ્યો. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયો જાહેર કરી પીએમ મોદી પાસે પૂરાવાની માંગ કરી છે, તેમણે કહ્યું સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન હેરાન છે અને આંતરરાષ્ટ્રીય પત્રકારોને સીમા પર લઈ જાય છે, એ દેખાડવા માટે કે સર્જિકલ સ્ટ્રાઈક નથી થઈ, માટે તેમને ખોટા સાબિત કરવા માટે પૂરાવા રજૂ કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -