16મી એપ્રિલની રાત્રે મહારાજ કલ્પવૃક્ષ ગિરી (70), મહારાજ સુશીલ ગિરી (35) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (30)ને પાલઘર જિલ્લાના ગડચિનચલે ગામમાં લોકોના ટોળાએ ચોર સમજીને મારમારીને હત્યા કરી દીધી હતી.
આ ઘટનાને લઇને દેશભરમાં લોકોનો આક્રોશ સામે આવ્યો હતો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની નિંદા કરી હતી, અને સખ્ત કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હતો. આ મામલાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે.
પાલઘર મૉબ લિંચિંગ મામલે પોલીસે 110 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 9 નાબાલિગ હોવાના કારણે તેમને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. બે પોલસીકર્મીઓને પણ આ મામલે લાપરવાહી દાખવવા બદલ મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.