દેશમાં કુલ 10 લાખ કેસ પહોંચવા સુધી દિલ્હીમાં જ્યાં લગભગ 12 ટકા કેસ સામેલ હતા તો બીજા 10 લાખ કેસમાં અહીં 3ટકાથી ઓછા કેસ સામે આવ્યા છે. આ આંકડાથી જાણવા મળે છે કે વાયરસના પ્રસારમાં જિયોગ્રાફિકલી વિતેલા ત્રણ સપ્તાહમાં ઘણો ફેરફાર થયો છે.
દેશમાં કુલ 10 લાખ કેસ આવવા સુધી રાજ્યોની સ્થિતિ
16 જુલાઈ સુધી જ્યારે ભારતનના કુલ કેસનો આંકડો 10 લાખને પાર કરી ગયો હતો ત્યારે આ તમામ કેસમાંથી લગભગ 55 ટકા કેસ ત્રણ રાજ્યોમાં સામે આવ્યા હતા. આ કુલ કેસમાં એકલા મહારાષ્ટ્રમાં 2,84,281 કેસ એટલે કે 28.3% કેસ આવ્યા હતા. ત્યાર બાદ તમિલાનાડુમાં (1,56,369 કેસ) 15.6% અને દિલ્હી (118,645 કેસ) 11.8% ની હિસ્સેદારી હતી.
બીજા 10 લાખ કેસ આવવા સુધી રાજ્યોની સ્થિતિ
16 જુલાઈ બાદ દેશમાં વાયરસ ફેલાવવાની રીતમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે. વાયરસથી સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ રહેલા દિલ્હીમાં કેસોની સંખ્યા ઘટી છે. પહેલા 10 લાખ કેસમાં જ્યાં દિલ્હીનો હિસ્સો 11.8 ટકા હતો ત્યારે બીજા 10 લા કેસમાં તે ઘટીને માત્ર 2.2 ટકા રહી ગયો, જ્યારે 16 જુલાઈ બાદ પણ મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્ર રહ્યું છે. જ્યાંથી દેશના કેલ કેસના લગભગ પાંચમાં ભાગ કેસ સામે આવ્યા છે.
જ્યારે આંધ્ર પ્રદેશ આઠમાં સ્થાનથી બીજા સ્થાન પર આવી ગયું છે જ્યાં લગભગ 16 ટકા કેસ સામે આવ્યા છે જ્યારે તમિલનાડુ 16 જુલાઈ બાદ 1,22,775 કેસની સાથે ત્રીજા નંબર પર રહ્યું છે જ્યાંથી 12.1 ટકા કેસ સામે આવ્યા છે.