મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત રેકોર્ડ બ્રેક નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 11,514 કેસ નોંધાયા છે. તેની સાથે સંક્રમિતોની સંખ્યા 4,79,779 થઈ ગઈ છે. 316 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે, મૃત્યુઆંક વધીને 16,792 થઈ ગયો છે.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, 10854 દર્દીઓ આજે સાજા થયા બાદ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી કુલ 316375 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 65.94 ટકા છે. મહારાષ્ટ્રમાં 976332 લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને 37768 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મુંબઈની સૌથી મોટી ઝુપડ પડ્ડી ધારાવીમાં કોવિડ-19ના આઠ નવા કેસ સામે આવ્યા છે. તેના બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 2,597 થઈ ગઈ છે. જો કે, 2,257 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત થયા છે અને 56,282 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,64,537 પર પહોંચી છે અને 40,699 લોકોના મોત થયા છે. 13,28,337 લોકો સાજા થઈ ગયા છે અને 5,95,501 એક્ટિવ કેસ છે.
Coronavirus: મહારાષ્ટ્રમાં રેકોર્ડ 11514 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 80 હજારની નજીક પહોંચી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 10:28 PM (IST)
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 11,514 કેસ નોંધાયા છે. તેની સાથે સંક્રમિતોની સંખ્યા 4,79,779 થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -