હાલમાં કોવિડ-19 વિશે એવા સમાચાર આવ્યા છે જેણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. વોટ્સએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોવિડ-19 વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ એસ્પિરિનથી તેનો ઈલાજ પણ થઈ શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

જો કે, સત્તાવાર હકીકત તપાસ એજન્સી PIB ફેક્ટ ચેકે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને ટ્વિટ કર્યું છે કે 'વોટ્સએપ પર એક નકલી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપોરને એક વ્યક્તિની લાશનું પરીક્ષણ કર્યું જેનું કોરોનાને કારણે મોત થયું છે અને નિષ્કર્ષ એ આવ્યું કે તે માત્ર એક બેક્ટેરિયા હતો અને એસ્પિરિન જેવી દવાથી તેનો ઉપચાર કરી શકાય છે.

આટલું જ નહીં, વોટ્સએપના આ મેસેજમાં એસ્પિરિન પર એક અભ્યાસ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે જે જીવલેણ વાયરસનો ઈલાજ કરે છે. આ સમગ્ર મામલે પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે એસ્પિરિન જેવી દવા કોવિડ-19નો ઈલાજ નથી, કારણ કે એન્ટીકોએગ્યુલેન્ટ્સથી વાયરસનો ઈલાજ શક્ય નથી. વોટ્સએપ પર ફેલાયેલી આ ફેક પોસ્ટ બાદ સરકારની આ પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટથી સરકારે લોકોને સાવધ રહેવા કહ્યું છે. તેણે સ્પષ્ટતા કરી છે કે વાયરલ થયેલી પોસ્ટ પાયાવિહોણી અને ખોટી માહિતી પર આધારિત છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

Continues below advertisement

પીઆઈબીના જણાવ્યા અનુસાર, વોટ્સએપ પર ફોરવર્ડ કરાયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપોરના ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 વાયરસ નથી પરંતુ બેક્ટેરિયા છે. મેસેજમાં લખ્યું છે કે - કોવિડ એક બેક્ટેરિયમ છે, જે રેડિયેશનના સંપર્કમાં આવ્યું છે અને લોહીના ગંઠાઈ જવાને કારણે માનવ મૃત્યુનું કારણ બની રહ્યું છે.

PIBની ફેક્ટ ચેક ટીમે તાજેતરમાં તેના સત્તાવાર KOO હેન્ડલ પર પુષ્ટિ કરી છે કે કોરોનાવાયરસની સારવાર વિશે WhatsApp પર ફેલાવવામાં આવેલ એસ્પિરિનનો દાવો ખોટો હતો. આટલું જ નહીં, વાયરલ પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિંગાપોર સરકારના અધિકારીઓએ શબપરીક્ષણ પછી સારવારના પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે અને તે COVID-19 માટે શબપરીક્ષણ કરાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

સિંગાપોરે પણ એસ્પિરિનથી કોવિડ-19ની સારવાર શરૂ કરી દીધી છે. જોકે, PIB ફેક્ટ ચેકે આ મેસેજની અધિકૃતતાને નકારી કાઢી છે અને લોકોને તેના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે.