હવે Covishield અને Covaxin ખુલ્લા બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે, જાણો કેટલી હશે કિંમત

19 જાન્યુઆરીએ CDSCOની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિએ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે એન્ટી-કોવિડ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનના નિયમિત લોન્ચિંગને મંજૂરી આપી હતી.

Continues below advertisement

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કોવિડ-19 વિરોધી રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીઓને પુખ્ત વસ્તી માટે નિયમિતપણે માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રએ આ માહિતી આપી. બુધવારના એક દિવસ પહેલા, સૂત્રોએ જણાવ્યું હતું કે બંને રસીની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા અને 150 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) ને રસીઓ પરવડી શકે તે માટે કિંમતોને મર્યાદિત કરવા માટે કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Continues below advertisement

હાલમાં, કોવેક્સીનની કિંમત પ્રતિ ડોઝ રૂ. 1,200 છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત રૂ. 780 છે. કિંમતોમાં રૂ.150નો સર્વિસ ચાર્જ પણ સામેલ છે. હાલમાં, બંને રસીઓ માત્ર દેશમાં જ કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, “NPPAને રસીની કિંમતને મર્યાદિત કરવા માટે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. કિંમત રૂ. 275 પ્રતિ ડોઝ અને રૂ. 150 ના વધારાના સર્વિસ ચાર્જ સાથે મર્યાદિત કરવામાં આવે તેવી શક્યતા છે.”

તાજેતરમાં, 19 જાન્યુઆરીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિએ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે એન્ટી-કોવિડ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનના નિયમિત લોન્ચિંગને મંજૂરી આપી હતી.

પ્રકાશ કુમાર સિંઘ, ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો), સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, 25 ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી સબમિટ કરી કોવિશિલ્ડ રસી શરૂ કરવાની મંજૂરી માંગી હતી. થોડા અઠવાડિયા પહેલા ભારત બાયોટેકના સંપૂર્ણ સમયના ડિરેક્ટર વી ક્રિષ્ના મોહને રસી માટે નિયમિત મંજૂરી મેળવવા ક્લિનિકલ ડેટા સાથે રસાયણશાસ્ત્ર, ઉત્પાદન અને નિયંત્રણની સંપૂર્ણ વિગતો સબમિટ કરી હતી. Covaccine અને Covishield ને ગયા વર્ષે 3 જાન્યુઆરીના રોજ ઇમરજન્સી યુઝ એપ્રુવલ (EUA) આપવામાં આવી હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola