હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુરના ખેડા ગામમાં ગઈ કાલે રાત્રે એક ચાર વર્ષીય દલિત બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પછી બાળકીને કપડાં વગર જંગલમાં છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના પછી બાળકીની હાલત ગંભીર જણાતા તેને મેરઠ મોકલી દેવામાં આવી હતી.
આ ઘટનાને પગલે ગામવાસીઓએ આ મામલે આરોપીઓને ધરપકડ કરવાના માંગ અને રાજ્યમાં કથડેલી કાયદા વ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય હાઈવે નંબર 24ને જામ કરી નાખ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાઈવે પર પહોંચીને ગ્રામજનોને આરોપીઓને પકડવાનું આશ્વાસન આપી તેમને સમજાવીને હાઈવે હળવો કરાવ્યો હતો.
જાણકારી પ્રમાણે, દલિત પરિવાર ઘરની બહાર સૂતો હતો. ત્યારે રાત્રે દોઢ વાગે વરસાદના કારણે તમામ લોકો ઘરની અંદર જવા ઉઠ્યા તો બાળકી પોતાના સ્થાને નહોતી. જેથી ઘરના લોકોએ આસપાસમાં 4 વર્ષીય બાળકીને ઘણી શોધી પરંતું ક્યાંય મળી નહોતી, ત્યારબાદ અચાનક ઘરથી દોઢસો મીટર દૂર જંગલમાં એક ટ્યુબવેલની પાસે બેહોશ અવસ્થામાં મળી આવી હતી. પીડિતાને ગંભીર હાલતમાં જોઈ પિલખુઓની એક ખાનગી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી હતી. જ્યાંથી તેને મેરઠ મોકલી દીધી હતી.
પોલીસ અધિકારી અલંકુતા સિંહે આ ઘટના વિશે જણાવ્યું કે, આ સંબંધમાં બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમો કામે લગાડી છે. પોલીસને આ ઘટનામાં મહત્વપૂર્ણ પુરાવાઓ પણ મળ્યા છે અને આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી પાડવા ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે.