નવી દિલ્હી: દેશભરમાં આજે પુલવામા હુમલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરી 2019ના થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા અને કેટલાક જવાનો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.
14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય સુરક્ષા જવાનોને લઈ જતા સીઆરપીએફ વાહનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 ભારતીય સુરક્ષા જવાનોના મોત થયા હતા. હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા નજીક લેથપોરા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. જોકે, પાકિસ્તાને આ હુમલાની નિંદા કરી અને જવાબદારી નકારી હતી.
જવાનોના શહીદ થવા બાદ દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. બાદમાં ભારતે પણ બદલો લેવાનું મન બનાવી લીધુ હતું. ભારતે પાકિસ્તાનના બાલાકોટ જૈશ કેંપ પર માત્ર 12 દિવસની અંદર હુમલો કર્યો હતો.
પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી
26 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 27 ફેબ્રુઆરીની સવારે 3 વાગ્યે ભારતીય વિમાન પાકિસ્તાની સરહદમાં પ્રવેશ્યા અને બાલાકોટમાં જૈશના ઠેકાણાઓ પર બોંબ મારો કર્યો હતો. પાકિસ્તાને આ ગંભીરતા જોતા પોતાના એફ-16 વિમાન એક્ટિવ કર્યા પરંતુ ત્યાં સુધીમાં ભારતીય વાયુ સેનાએ પોતાનું કામ કરી લીધુ હતું. ભારત તરફથી આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને માર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે, દેશના લોકોએ આ સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય પગલું ગણાવ્યું હતું.
પુલવામા હુમલાની બીજી વરસી પર જમ્મુમાં સીઆરપીએફની 76મી બટાલિયને આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ હુમલામાં સીઆરનપીએફના 76માં બટાલિયના 5 જવાનોએ પ્રાણોની આહુતી આપી હતી. જમ્મુમાં સીઆરનપીએફના 76માં બટાલિયનના મુખ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓ અને જવાનોએ પુલવામાં હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Pulwama Attack : દેશના 40 જવાનો થયા હતા શહીદ, જાણો ભારતે કેટલા દિવસમાં લીધો હતો બદલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 04:50 PM (IST)
દેશભરમાં આજે પુલવામા હુમલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરી 2019ના થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા અને કેટલાક જવાનો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -