અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં પોલીસના એક હડ કૉન્સ્ટેબલના પેટમાંથી પાંચ કલાક ચાલેલા ઑપરેશનમાં ડૉક્ટરોએ 40 ચાકુઓ બહાર કાઢ્યા હતા. હેડ કૉન્સ્ટેબલે આ ચાકુ માનસિક તણાવમાં આવીને ગળી લીધા હતા.


ગુરદાસપુરના રેહનાર 42 વર્ષિય સતનામ સિંહ તરનતારન જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં હેડકૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા એક વર્ષથી તે માનસિક તણાવ અનુભવે છે. ચાર માસ પહેલા તેણે અમૃતસરના રામબાગ ક્ષેત્રમાથી ફોલ્ડિંગ ચાકુ ખરીદ્યા હતા. ઘરે જઇને પાણી સાથે તેણે આ ચાકુ ગળી લીધા હતા. ત્યાર બાદ તે રોજના પાંચ ચાકુ ગળવા લાગ્યો હતો. 8 ઓગસ્ટે તેને પેટમાં દુખાવો થયો. તો પરિવારે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો. ત્યાં તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવવામાં આવ્યું. જેમા કાળા રંગનો ગુછો દેખાયો. પ્રારંભિક અવસ્થામાં તે પેટનું કેંસર લાગ્યું. પેટમાં દૂરબીન નાખવામાં આવ્યુ તો ખબર પડી કે તે લોખંડની વસ્તુ છે. ત્યાર બાદ પેટનું સીટી સ્કેન કરાવ્યુ તો પેટમાં ચાકુ દેખાયા હતા. સતનામ સિંહને પુછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ હતું કે, તેણે મનસિક તણાવમાં ચાકુ ગળી લીધા હતા.

સર્જરી કરનાર ડૉ. જતિંદર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ચાકુઓ એંડોસ્કોપીથી બહાર કાઢવા સંભવ ના હતા. આ ઑપરેશન માટે પાંચ સર્જનોની ટીમે તૈયાર કરવામાં આવી હતી.પાંચ કલાક ચાલેલા ઑપરેશન બાદ સતનામના પેટમાથી 40 ફોલ્ડિંગ ચાકુ બહાર કાઢ્યા હતા. આ ચાકુમાંથી ઘણા ચાકુ પેટમા ખુલી ગયા હતા. અમુક ચાકૂ કિડની અને લિવરની આસપાસ આડઅવળા ફસાઇ ગયા હતા. ખૂલ્લા ચાકુઓએ કિડની, લિવર, આંતરડમાં ચિરા પાડી દિધા હતા. 5 ઇંચના ચાકુ ચાર મહિના પેટમાં રહ્યા બાદ કાટ ખાઇ ગયા હતા. ડૉ. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સતનામને રીયલ સાઇક્રેટ્રિસ ડિઝીઝ છે. તેની ઇસ્ટોરીને ઇન્ટરનેશનલ જનરલમાં પ્રકાશિત કરાવશે.