નવી દિલ્હીઃ છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીમાં હિંસા ફાટી નીકળી છે. લોકો સીએએના વિરોધમાં દિલ્હીમાં તોફાનો અને હિંસાને ભડકાવી રહ્યાં છે. હવે આ હિંસા વધુ વકરી છે, તેની અસર સામાન્ય જનજીવન અને સ્કૂલો પર પણ પડી રહી છે. અત્યાર સુધી 48થી વધુ લોકોના મોત થયા બાદ હવે પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હી હિંસાને કાબુમાં લેવા માટે દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં તોફાનોની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. અને આ કેસોની તપાસ માટે હવે એસઆઇટીની ટીમો ગઠિત કરી છે. પોલીસે અત્યાર સુધી 48 લોકો સામે એફઆઇઆર નોંધી છે.

આ ટીમોની આગેવાની બે પોલીસ ઉપાયુક્ત જૉય ટિર્કી અને રાજેશ દેવ કરશે. આ ટીમોના સહાયક પોલીસ આયુક્ત રેન્કના ચાર અધિકારીઓ પણ સામેલ હશે. તપાસમાં નજર અતિરિક્ત પોલીસ આયુક્ત બીકે સિંહ રાખશે.



દિલ્હી હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને હવે 38એ પહોંચી ગઇ છે. જેમાં 11 લોકોની મોત ગોળી વાગવાથી થઇ છે. દિલ્હી હિંસા અને તોફાનોની અસર હવે પરીક્ષાઓ પર પણ પડી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) હિંસા પ્રભાવિત નોર્થ ઇસ્ટ દિલ્હી અને ઇસ્ટ દિલ્હીના વિસ્તારોમાં આજે અને કાલે એટલે કે 29 ફેબ્રુઆરીએ લેવાનારી પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

સીએએને લઇને નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હિંસાના કારણે સીબીએસઇએ આ અઠવાડિયામાં ત્રીજી વાર પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.