મુંબઇઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે વિધાન પરિષદમાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરેગાં ભીમા હિંસા સંબંધિત 348 કેસ પાછા ખેંચી લીધા છે. કોગ્રેસ ધારાસભ્ય શરદ રનપીસના સવાલના જવાબમાં તેમણે આ વાત કરી હતી. દેશમુખે કહ્યું કે કોરેગાં ભીમા હિંસા સંબંધમાં કેટલાક લોકો વિરુદ્ધ 649 કેસ દાખલ થયા હતા અને તેમાંથી હવે 348 કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
દેશમુખે કહ્યું કે, અન્ય મામલામાં તપાસ પૂર્ણ થયા બાદ પાછા ખેંચી લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યુ કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ એલ્ગાર પરિષદ મામલામાં એક તપાસ આયોગ બનાવવા પર વિચાર કરી રહી છે. નોંધનીય છે કે એલ્ગાર પરિષદ માટે અલગથી એસઆઇટી તપાસને લઇને શિવસેનાના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અગાઉથી સ્પષ્ટ કર્યું હતું કે, તેની તપાસ એનઆઇએ કરશે.
ઉદ્ધવ સરકારે કહ્યુ- અત્યાર સુધી ભીમા કોરેગાંવ સંબંધિત 348 કેસ પાછા ખેંચાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2020 10:52 PM (IST)
દેશમુખે કહ્યું કે કોરેગાં ભીમા હિંસા સંબંધમાં કેટલાક લોકો વિરુદ્ધ 649 કેસ દાખલ થયા હતા અને તેમાંથી હવે 348 કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -