ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં એક હેરાન કરી મુકનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસની બીમારીથી અહીં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે. જ્યારે 7માં સભ્યની સ્થિતિ ગંભીર છે. કહેવાય છે કે, કોરોના પીડિત માતાની અર્થીને કાંધ આપનાર તેના દીકરાઓમાં પણ કોરોના ચેપ ફેલાઈ ગયો. માતાના મોત બાદ એક પછી એક 5 દીકરાના મોત થયા છે. છઠ્ઠા દીકરાની સ્થિતિ ગંભીર છે.

જાણકારી અનુસાર વિતેલા 15 દિવની અંદર કોરોના વાયરથી સંક્રમિત આ પરિવાનરા છ સભ્યોના મોત થયા છે. કહેવાય છે કે, ભારતમાં આ પ્રકારનો કદાચ પ્રથમ કિસ્સો છે જેમાં કોરોના વાયરસને કારણે એક જ પરિવારના છ સભ્યોના મોત થયા હોય અને પરિવારના અન્ય સભ્યોની સ્થિતિ ખરાબ હોય.

આ કિસ્સો ધનબાદના કતરાસ વિસ્તારનો છે. રાની બજારમાં રહેતા એક પરિવારના છઠ્ઠા સભ્યનું સોમવારના રોજ કોરોના સંક્રમણના લીધે મોત થયું. મળતી માહિતી પ્રમાણે ચાર જૂલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ ચાલતી હતી ત્યાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમના દીકરાનું રાંચીની રિમ્સ કોવિડ હોસ્પિટલમાં મોત થયું. થોડાંક દિવસ બાદ બીજા દીકરાનું મોત કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું.

ત્રીજો દિકરો ધનબાદના એક ખાનગી ક્વારેન્ટાઇન સેન્ટરમાં દાખલ હતો. ત્યાં એકાએક તબિયત એવી લથડી કે સીધો મોતના મુખમાં જ ધકેલાઇ ગયો. 16 જુલાઇના રોજ ચોથા દીકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કેન્સરની સારવાર દરમ્યાન નિધન થયું. પાંચમા દિકરાને પણ ધનબાદની કોવિડ હોસ્પિટલમાં રેફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરાયો હતો. જ્યાં સોમવારે તેને છેલ્લાં શ્વાસ લીધા. તો પરિવારના બીજા કેટલાંય સભ્યોની સારવાર ચાલી રહી છે.