નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રેલવે આ વર્ષે પોતાના કર્મચારીઓને પગાર નહીં આપે. આ અહેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અહેવાલ અનુસાર રેલવેએ નિર્ણય કર્યો છે કે વર્ષ 2020-21નો પગાર રેલ્વે કર્મચારીઓને નહીં આપે. દાવો કરવામાં આવ્યો છે કે, આર્થિક નુકસાનને કારણે રેલ્વેએ આ મોટો નિર્ણય લીધો છે.
આખરે સત્ય શું છે?
આ અહેવાલની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ અહેવાલ ફેક છે. તેની સાથે જોડાયેલ કોઈપણ સમાચાર કોઈપણ વેબસાઈટ પર જોવા મળ્યા નતી. જ્યારે સરકાર તરફથી પીઆઈબીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે રેલવેએ આ પ્રકારનો કોઈ નિર્ણય કર્યો નથી. એવામાં એ સ્પષ્ટ છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ અહેવાલ ખોટા છે.