નવી દિલ્લી: બે હજાર રૂપિયાની નવી નોટ બજારમાં આવ્યા પછી પણ સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા મંગળવારે થોડી રાહત મળી શકે છે, કારણ કે મંગળવારથી દેશની સમગ્ર બેંકોમાં 500 રૂપિયાની નવી મળવા લાગશે. પ્રધાનમંત્રીએ 10 નવેમ્બરથી 500 રૂપિયાની નવી નોટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત પછી પણ 500ની નવી નોટ હજી સુધી બેંકોમાં પહોંચી શકી નથી, પરંતુ આજે બેંકિગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે 500ની નવી નોટ રિઝર્વ બેંકના ચાર હજાર મુદ્રા ચેસ્ટોમાં પહોંચી ગઈ છે.


આમ લોકોને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે હવાઈ મથકથી આ રૂપિયા મુદ્રા ચેસ્ટો સુધી પહોંચાડ્યા છે અને હવે મંગળવારથી દેશની દરેક બેંકોમાં પહોંચાડીને લોકોને આપવામાં આવશે. સરકારે 9 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધિત કરી તેની જગ્યાએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી.

નાણામંત્રી અરૂણ જેટલીએ ગઈકાલે આ મુદ્દે કહ્યું કે, 500 રૂપિયાની નવી નોટોનું છાપકામ ચાલુ છે અને આ નોટો આવી રહી છે. જ્યારે આર્થિક મામલોના સચિવ શક્તિકાંતા દાસે કહ્યું હતું કે અત્યારે થોડા સમય લાગશે પરંતુ આજે બેકિંગ વેપાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે 500ની નવી નોટ રિઝર્વ બેંકના મુદ્રા ચેસ્ટોમાં પહોંચી ગયા છે અને હવે બેંકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

સરકારની જાહેરાત પછી બેંક અત્યાર સામાન્ય લોકોને 500 અને 1000 રૂપિયાની ચાર હજાર મૂલ્યની નોટ બદલી રહી છે પરંતુ બે હજારની નવી નોટ આપવામાં આવી રહી છે, જેના લીધે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.