નવી દિલ્લીઃ PM મોદીએ ગોવામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, કાળાધન વાળા લોકો 4000 રૂપિયા બદલવા માટે લાઇનોમાં ઉભા રહે છે. તેનો જવાબ આપતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યં હતું કે, જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સાચી નિયતીથી પગલુ ભરવમાં આવે તો સૌથી પહેલા તેનું સમર્થન કરવામાં તે હશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, નોટો પર પ્રતિબંધ મુકવાથી ભ્રષ્ટાચાર ખતમ નથી થવાનો, મોદીના ભાષણનો જવાબ આપતા કેજરીવાલે કહ્યુ હતું કે જેની પાસે કાળું ધન છે તે લાઇનોમાં નથી ઉભા રહ્યાં પરંતું જેની પાસે કાળું ધન નથી તે લોકો લાઇનમાં ઉભા રહ્યા છે.
તેમનું કહેવુ છે કે, કાળા ધન વાળા પણ બે પ્રકારના લોકો છે. પહેલા બીજેપી વળા અને બીજા નોન બીજેપી વાળા. બીજેપી વાળા લોકોને પહેલેથી ખબર પડી જાય છે. ત્યાર બાદ અમુક લોકોએ સ્વીસ બેંક અને સોના ચાંદમાં પોતાના રૂપિયાનું રોકાણ કરી દીધું હતં.