ગવર્નર મલિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આર્ટિકલ 370 પર નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોના હિત માટે લેવામાં આવ્યો છે. આગામી બે અને ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓ આપવામાં આવશે. ટૂંક સમયમાં પદ અને અરજી માટેની તારીખો અને પ્રક્રિયા અંગેની જાણકારી આપવામાં આવશે.
J&K Guv says,"Rahul Gandhi ne political juvenile ki tarah behave kiya hai.Aaj UN mein Pak ki chithi mein uske bayanat darz hai... jis waqt desh mein chunav aayega unke virodhi ko kuch kehni ki zaroot nahi hai woh bas ye keh denge,yeh 370 ke himayati hai toh log juton se maarenge" pic.twitter.com/gqXQARPMNf
— ANI (@ANI) August 28, 2019
મલિકે કહ્યું કે, રાજ્યના સાત લાખ સફરજન ઉત્પાદકોની સમસ્યાઓ અમે જાણીએ છીએ. ગવર્નર મલિકે કહ્યું કે, 50 ડિગ્રી કોલેજ ખોલવામાં આવશે. છોકરીઓ માટે અલગથી કોલેજ બનાવાશે. પાંચ નવી મેડિકલ કોલેજ બનશે. તમામ જિલ્લામાં એક આઇટીઆઇ હશે. વડાપ્રધાને તમામ મંત્રાલયને કહ્યું છે કે કાશ્મીરના વિકાસ માટે શું શું થઇ શકે છે. તમામ મંત્રાલયોની ટીમો રાજભવનમાં આવી રહ્યા છે.
મલિકે કહ્યું કે, રાજ્યમાં રોકાણ આવી રહ્યું નહોતું. વિકાસમાં પાછળ રહી ગયા હતા. છ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં એટલુ કામ થશે તો પીઓકેના લોકો પણ કહેવા લાગશે કે અમે પણ તેમના જેવા થવા માંગીએ છીએ.