તિરુવનંતપુરમઃ 65 વર્ષના વૃદ્ધા મહિલા પર શ્વાને હૂમલો કરતા તેનું મોત થયું હતું. શુક્રવારે રાત્રે રાજ્યના સચિવાયલથી 10 કિમી દૂર આ ઘટના બની હતી. આ વૃદ્ધા પર એક સાથે 50 શ્વાને હૂમલો કર્યો હતો. વૃદ્ધા  મહિલા જ્યારે રાતે 9 વાગે કુદરતી હાજતે જઇ રહી હતી ત્યારે શ્વાને તેના પર હૂમલો કર્યો હતો.

શીલૂઅમ્મા નામક આ વૃદ્ધા મહિલાને મેડિકલ કૉલેજ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તેનુ મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારના લોક અને તે વિસ્તારના લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.