નવી દિલ્લીઃ  ઉર્જિત પટેલ ભારતીય રિજર્વ બેંકના નવા ગવર્નર બનશે. તે રઘુરામ રાજનનુ સ્થાન લેશે, જેનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરના રોજ પુરો થાય છે. ઉર્જિત પટેલ હાલમાં RBIના ડેપ્યુટી ગવર્નર છે.


તેમને જાન્યઆરીમાં RBI ના ડેપ્યુટી ગવર્નર ત્રણ વર્ષ માટે બનાવામાં આવ્યા હતા. આ દોડમાં બીજા નામો પણ સામેલ હતા. જેમા વિશ્વ બેંકના કૌશિક બાસુ, આર્થિક મામલોના સચિવ શક્તિકાંત દાસ, ભારતીય સ્ટેટ બેંકના પ્રમુખ અરુંધતિ ભટ્ટાચાર્ય અને નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ કેજરીવાલ સુબ્રમણિયમનુ નામ મુખ્ય હતા.

નાણા મંત્રી અરૂણ જેટલીએ RBI ના નવા ગવર્નરની નિયુક્તિ માટે ગુરુવારે પ્રધાનમંત્રી સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી.

ઉર્જિત પટેલનો પરિચય

RBIના નવા ગવર્નર પદે ઉર્જિત પટેલના નામની જાહેરાત કરાઈ છે. 53 વર્ષીય ઉર્જિત પટેલ હાલમાં RBIના ડેપ્યૂટી ગવર્નર પદે છે. રઘુરામ રાજન પહેલાં RBIમાં જોડાયેલા ઉર્જિત પટેલ મૌદ્રિક નીતિ વિભાગની અધ્યક્ષતા કરતા રહ્યા છે. રઘુરામ રાજન અને ઉર્જિત પટેલમાં સમાનતા એ છે કે બંને વૉશિંગ્ટનમાં IMFમાં સાથે કામ કરી ચૂક્યા છે. તેમને રાજનના નજીકના મનાય છે. ઉર્જિત પટેલ 1998થી 2001 દરમિયાન ઉર્જા મંત્રાલયમાં સલાહકાર તરીકે રહી ચૂક્યા છે.. તો 2013 સુધી સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ઉર્જિત પટેલે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં Ph.D કર્યું છે.. તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ. ફીલ કર્યું છે..