મુંબઈઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસથી મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 51 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે રાજ્યમાં કોરોના પોઝિટિવ પોલીસકર્મીની સંખ્યા 1809 થઈ છે.

જેમાંથી 194 પોલીસ અધિકારી અને 1615 પોલીસ કર્મચારી સામેલ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 18 પોલીસકર્મીના મોત પણ થયા છે. જોકે 678 પોલીસકર્મી સ્વસ્થ થઈ ગયા છે.

મહારાષ્ટ્ર સરકારના વધુ એક મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાંદેડમાં અશોક ચવ્હાણનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અશોક ચવ્હાણ હાલ ઉદ્ધવ સરકારમાં પીડબલ્યુડી મંત્રી છે. તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,231 પર પહોંચી છે. 1635 લોકોના મોત થયા છે અને 14,600 લોકો સાજા થઈ ગયા છે.