Delhi Woman Murder: દિલ્હીમાં 54 વર્ષીય હિન્દુ મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને કબ્રસ્તાનમાં દાટી દેવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે બુધવારે (11 જાન્યુઆરી) મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતકનું નામ મીના છે અને તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.


ચાર લોકો પર 54 વર્ષની મહિલાની હત્યાનો આરોપ છે. તેમની ઓળખ રેહાન (બાર્બર), મોબીન ખાન (ઓટો રીક્ષા ડ્રાઈવર) અને નવીન (દરજી) અને સૈયદ અલી (કબ્રસ્તાનના રખેવાળ) તરીકે કરવામાં આવી છે. ચારેય મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ એક માહિતી સામે આવી છે. મીના 2 જાન્યુઆરીથી ગુમ હતી અને તેના સંબંધીઓએ મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.


મીનાના પરિવારને મોબીન પર શંકા હતી


ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે મીનાની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ મીનાના પરિવારને મોબીન ખાન પર શંકા હતી. પરિજનોએ પોલીસને જણાવ્યું હતું કે તેણે મીના સાથે ખોટું કર્યું છે. પોલીસે પરિવારજનોના નિવેદનના આધારે તપાસ શરૂ કરી હતી.


મોબિને હત્યાનો ખુલાસો કર્યો હતો


પરિવારના કહેવા પર દિલ્હી પોલીસે મોબીનને કસ્ટડીમાં લીધો અને તેની કડક પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન મોબિને સમગ્ર હત્યા કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે અન્ય ત્રણ આરોપીઓ (રેહાન, નવીન અને સૈયદ અલી)ની પણ ધરપકડ કરી છે.



મીનાને કેમ મારી?


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મીના ફાયનાન્સનું કામ કરતી હતી અને ત્રણેય આરોપીઓ મીના માટે જ કામ કરતા હતા. ત્રણેયએ પૈસાની લેતીદેતીમાં કોઈ ગેરરીતિ કરી હતી અને તેની જાણ મીનાને થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે મીનાએ ત્રણેયને પૈસા પરત કરવા દબાણ કર્યું હતું. આ કારણોસર મીનાની હત્યા કરવામાં આવી હતી.


કેરટેકરે 5 હજાર રૂપિયા લીધા હતા, ધરપકડ


દિલ્હી પોલીસે આ કેસમાં કબ્રસ્તાનના કેરટેકર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા માટે કેરટેકરે આરોપી પાસેથી 5000 રૂપિયા લીધા હોવાનો આરોપ છે.


આ પણ વાંચોઃ


Dr. Manik Saha: આ રાજ્યના મુખ્યમંત્રી બધુ કામ છોડીને 10 વર્ષના બાળકની સર્જરી કરવા માટે હોસ્પિટલ દોડી ગયા