મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરકાર બની ગઈ છે. ગુરૂવાર સાંજે ઉદ્ધવ ઠાકરે મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં.

ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 2-2 મંત્રી એટલે કુલ 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ સમારોહમાં શિવસેનાનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું અને દેશના દિગ્ગજોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.

શિવસેનામાંથી બે મંત્રીઓએ પણ શપથ લીધા હતા જેમાં એકાનાથ શિંદે અને સુભાઈ દેસાઈએ શપથ લીધા હતાં. જ્યારે એનસીપીમાંથી જયંત પાટિલ અને છગન ભુજબળે પણ શપથ લીધા હતાં. આ ઉપરાંત કોંગ્રેસમાંથી બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે પણ શપથ લીધાં હતાં.