સામાન્ય બજેટ અગાઉ પત્રકારો સાથે વાત કરતા યાદવે કહ્યું કે, છ કોરિડોરમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી અને દિલ્હી-અમદાવાદ સેક્શન સામેલ છે. અન્ય કોરિડોરમાં મુંબઇ-નાગપુર, મુંબઇ-હૈદરાબાદ, ચેન્નઇ-મૈસૂર અને દિલ્હી-અમૃતસર સામેલ છે.
યાદવે કહ્યું કે, અમે આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. ડીપીઆરમાં આ માર્ગોનો અભ્યાસ કરવામાં આવશે જેમાં જમીનની ઉપલબ્ધતા અને ત્યાંની વ્યસ્તતા વગેરે સામેલ છે. આ તમામનો અભ્યાસ બાદ અમે નિર્ણય લઇશું કે તે હાઇસ્પીડ છે કે સેમી હાઇસ્પીડ. દેશના પ્રથમ હાઇ સ્પીડ કોરિડોર મુંબઇ- અમદાવાદ પર ભારતની બુલેટ ટ્રેન યોજના ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે.