નોંધનીય છે કે આ અગાઉ પણ ગઇકાલે જર્મનીથી ભારત આવેલા ચાર લોકોને ગરીબરથ ટ્રેનમાંથી સુરત આવી રહ્યા હતા. જેઓને પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ મારવામાં આવ્યા હતા તેમ છતાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓને પાલઘર ઉતારી દેવાયા હતા. તેઓને આઇસોલેટમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી તેમ છતાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના હાથ પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ જોઇને ટીસીએ તેમને ઉતારી દીધા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ લંડનથી મુંબઇ આવેલી 22 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો હતો. મુંબઇના હાજી અલી દરગાહને પણ કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવી છે. ભારતે કોરોના વાયરસના કારણે 36 દેશોમાંથી આવનારા લોકો પર અસ્થાયી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે 11 દેશોના મુસાફરોને ફરજિયાત રીતે અલગ રાખવામાં આવશે. ગૃહમંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી.