Punjab Rescue Operation: પંજાબના હોશિયારપુર જિલ્લાના ગદ્દીવાલા વિસ્તારના બૈરામપુર ગામમાં 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાથી એક બાળકનું મોત થયું છે. સાડા ​​ત્રણ કલાકની જહેમત બાદ આ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકને બહાર કાઢતાં જ તેને સીધો જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું. આ ઘટના સવારે 9 થી 10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ખેતરમાં રમતા આ બાળકની પાછળ એક કૂતરો પડી ગયો હતો. કૂતરાથી બચવા માટે આ 6 વર્ષનો બાળક ભાગી રહ્યો હતો ત્યારે ખેતરોમાં બનાવેલા બોરવેલની અઢી ફૂટ ઉંચી પાઈપ પર ચઢી ગયો હતો ત્યાર બાદ તે બોરવેલમાં પડી ગયો હતો.


બાળકનું નામ રિતિક હતું. બાળકનો જીવ બચાવવા એન.ડી.આર.એફ ટીમને બોલાવવામાં આવી અને સેનાની મદદ પણ લેવામાં આવી હતી, ત્યારબાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તે જ સમયે, પંજાબના સીએમ ભગવંત માને પણ આ ઘટના વિશે ટ્વીટ કર્યું, તેમને ઘટનાની માહિતી મળતા જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું કે, હોશિયારપુરમાં 6 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો છે. પ્રશાસન અને સ્થાનિક ધારાસભ્યો સ્થળ પર હાજર છે. બચાવ કાર્ય ચાલુ છે. સીએમએ કહ્યું કે તેઓ વહીવટીતંત્ર પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે. બાળકને બચાવવા માટે સતત સાડા ત્રણ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ત્યાર બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતં. જો કે, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


આ ઘટનાને લઈને કેબિનેટ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પા પણ પહોંચી ગયા, ઝિમ્પાએ કહ્યું કે વહીવટીતંત્ર અને NDRF. ટીમ પોતાનું કામ કરી રહી છે, ટૂંક સમયમાં જ બાળકને બહાર કાઢવામાં આવશે, પ્રશાસનની સાથે આ મામલામાં લાગી ગયું છે.


આ પણ વાંચોઃ


Qutub Minar : શું હવે કુતુબ મિનાર પરિસરમાં થશે ખોદકામ અને સર્વે? કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આપ્યો જવાબ