મુંબઈ:  દુનિયામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો હવે દેશમાં મંડરાવવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખતા તમામ રાજ્યો એલર્ટ મૉડ પર આવી ગયા છે.  મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના 7 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 8 પર પહોંચી છે. 


આજે ઓમિક્રોન વેરિઅન્ટના સાત નવા કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં, એક વ્યક્તિ પુણેનો છે, જ્યારે બાકીના છ કેસ પિંપરી-ચિંચવડમાંથી નોંધાયા છે. તમને જણાવી દઈએ કે આમાંથી ત્રણ લોકો નાઈજીરિયાથી ભારત પરત ફર્યા હતા, જ્યારે ત્રણ તેમના સૌથી નજીકના લોકો છે, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.