Uttarakhand News: દુનિયામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો હવે દેશમાં મંડરાવવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખતા તમામ રાજ્યો એલર્ટ મૉડ પર આવી ગયા છે. વળી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઓમિક્રૉનના ખતરાને ધ્યાનમાં રાખતા રાજ્યમાં સતત હાઇલેવલ મીટિંગ કરી રહ્યાં છે. આ મીટિંગ બાદ તેમને કહ્યું કે, એક દિવસમાં  જ અમે રાજ્યમાં 25,000 ટેસ્ટિંગનો લક્ષ્ય રાખ્યો છે. 


એક દિવસમાં 25,000 ટેસ્ટિંગનો લક્ષ્ય- 
પુષ્કર સિંહ ધામીએ ઓમિક્રૉનના ખતરાને લઇને કહ્યું કે, અમે ઓમિક્રૉનને લઇને પુરેપુરી રીતે સજાગ છીએ. અમે આના માટે સતત બેઠકો અને હાઇ પાવર કમિટીની બેઠક કરી છે. તમામ જગ્યાઓ પર અમે રેન્ડમ ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. એક દિવસમાં અમે 25,000 ટેસ્ટિંગનો લક્ષ્ય રાખ્યો છે. આની સાથે જ અમે લોકોને જાગૃત પણ કરી રહ્યાં છીએ.  


રાજ્યમાં વધારવામાં આવશે ટેસ્ટિંગ- 
વળી આ પહેલા પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતુ કે લોકોને સુરક્ષિત રાખવા અમારી સરકારની પહેલી પ્રાથમિકતા છે. સૌથી પહેલા કોરોના વૉરિઅર્સની તપાસ કરાવવામાં આવશે. આના એક અઠવાડિયા બાદ ફરીથી આની સમીક્ષા કરવામાં આવશે. તેમને કહ્યું કે અમારો ટાર્ગેટ કોરોના ટેસ્ટિંગ વધારવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે 25 હજાર દરરોજ કરવામાં આવે. સાથે જ લોકોને અપીલ છે કે ગભરાશો નહીં. તમામને અનુરોધ છે કે માસ્ક પહેરો અને જે પ્રૉટોકૉલ છે તેનુ પાલન કરો. 


એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર થશે રેન્ડમ ટેસ્ટ- 
સીએમ ધામીએ એ પણ કહ્યું હતુ કે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર દરેકનો રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે, અને તેના એક અઠવાડિયા બાદ અમે ફરીથી સમીક્ષા કરીશું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાત પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.


કઇ હૉટ એક્ટ્રેસે કર્યુ હતુ આ હૉટલનુ ઉદઘાટન, જાણો વિગતે


ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી


દુનિયાના સૌથી ઉંમરલાયક ક્રિકેટરનુ નિધન, ક્રિકેટ સિવાય બીજા વિશ્વયુદ્ધમાં દેશ માટે કર્યુ હતુ આ મોટુ કામ, જાણો વિગતે


બૉલીવુડ હૉટ એક્ટ્રેસની બહેન લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનન્ટ, ઘરે ખબર પડી તો......... જાણો શું થયું