નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભર સહિત ભારતમાં પણ યથાવત છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 693 નવા કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4067 લોકો સંક્રમિત છે, જેમાંથી 1445 કેસ તબલીગી જમાત સાથે સંબંધિત છે.




સોમવારે મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16, આંધ્રપ્રદેશમાં 14, રાજસ્થામાં 8 અને ઝારખંડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. રવિવારે દેશમાં સૌથી વધારે 693 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 13 લોકોન મોત થયા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મોત મહારાષ્ટમાં થયા છે. કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 109 પર પહોંચ્યો છે.



આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, રાજ્યો માટે નેશનલ હેલ્થ મિશન ફંડમાંથી પહેલા જ 1100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. વધારાની રકમ 3000 કરોડ આજે જાહેર કરવામાં આવી છે.

મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવી જેમાં એક સપ્તાહની અંદર 26 જેટલી નર્સ અને ત્રણ ડોક્ટર્સ પોઝિટિવ આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 280ને પાર કરી ગઈ છે, જેમાંથી તબલીગી જમાતના કાર્યક્રમમાંથી પરત ફરેલા લોકોની સંખ્યા 138 છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત દર્દીઓ 30 ટકા એટલે કે તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. અથવા તેમના સંપર્કમાં આવેલા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 22 હજાર લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.